Back to News
🇮🇳
2 hours ago

દિલ્હીમાં સ્કોર્પિયોની ટક્કરથી થયેલા સાહિલના મોત પહેલાનો વીડિયો:દાવો- સગીર આરોપીની બહેન રીલ બનાવી રહી હતી, મૃતક અચાનક કાર સામે આવ્યો

divyabhaskar.co.in

Tuesday, February 17, 2026

3 min read
દિલ્હીમાં સ્કોર્પિયોની ટક્કરથી થયેલા સાહિલના મોત પહેલાનો વીડિયો:દાવો- સગીર આરોપીની બહેન રીલ બનાવી રહી હતી, મૃતક અચાનક કાર સામે આવ્યો
Share:

દિલ્હીમાં 3 ફેબ્રુઆરીના રોજ એક સ્કોર્પિયોની ટક્કરથી 23 વર્ષીય સાહિલ ધનેશરાનું મૃત્યુ થયું. હવે સાહિલની માતા ઇન્ના માકને અકસ્માત પહેલાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. તેમનો દાવો છે કે આ વીડિયો કારની અંદરથી રેકોર્ડ કરવામાં આવ્યો હતો. આ વીડિયો ડ્રાઇવિંગ સીટની બાજુમાં બેઠેલી સગીર આરોપીની બ...

દિલ્હીમાં 3 ફેબ્રુઆરીના રોજ એક સ્કોર્પિયોની ટક્કરથી 23 વર્ષીય સાહિલ ધનેશરાનું મૃત્યુ થયું. હવે સાહિલની માતા ઇન્ના માકને અકસ્માત પહેલાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. તેમનો દાવો છે કે આ વીડિયો કારની અંદરથી રેકોર્ડ કરવામાં આવ્યો હતો. આ વીડિયો ડ્રાઇવિંગ સીટની બાજુમાં બેઠેલી સગીર આરોપીની બહેન રીલ બનાવવાના હેતુથી રેકોર્ડ કરી રહી હતી. વીડિયોમાં દેખાયું કે સગીર આરોપી ડિવાઇડર વગરના રસ્તા પર ડાબી બાજુ ગાડી ચલાવી રહ્યો હતો. સામેથી એક બસ આવી રહી હતી. કાર બસથી માંડ માંડ બચે છે અને પછી અચાનક સાહિલની બાઇક સાથે સીધી ટક્કર થઈ જાય છે. વીડિયોમાં એ પણ દેખાયું કે સાહિલ પોતાની બાઇકથી બસને ઓવરટેક કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. સાહિલની માતાએ દાવો કર્યો છે કે વીડિયોનો તે ભાગ કાપી નાખવામાં આવ્યો છે, જેમાં અકસ્માત થતો દેખાયો હતો. આ અકસ્માત દ્વારકાના લાલ બહાદુર શાસ્ત્રી કોલેજ પાસે 3 ફેબ્રુઆરીની સવારે 11:57 વાગ્યે થયો હતો. બાઇક સાથે અથડાયા બાદ સ્કોર્પિયોએ એક ટેક્સીને પણ ટક્કર મારી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને જોયું કે એક સ્કોર્પિયો, એક સ્વિફ્ટ ડિઝાયર ટેક્સી અને સાહિલની બાઇક ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થઈ ગઈ હતી. સાહિલનો મૃતદેહ રોડ કિનારે પડ્યો હતો. અકસ્માત પહેલાની બે તસવીરો… સાહિલના માથામાં ઈજા, પાંસળીઓ તૂટી, હેમરેજથી જીવ ગયો સાહિલનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ મંગળવારે સામે આવ્યો. તેમાં ખુલાસો થયો છે કે તેનું મૃત્યુ માથા અને છાતીમાં ઇજાઓ અને ભારે રક્તસ્રાવને કારણે થયું હતું. તેના માથાના ડાબા ભાગમાં ગંભીર ઇજા હતી. ખોપરીના હાડકામાં ફ્રેક્ચર હતું. સ્કેલ્પ નીચે લોહીનો ગઠ્ઠો પણ મળ્યો. ડાબી બાજુની 4થી, 5મી અને 6ઠ્ઠી પાંસળીઓમાં ફ્રેક્ચર મળ્યું. ફેફસાંમાં લગભગ 100-100 મિલીલીટર લોહી મળી આવ્યું, જે ગંભીર આંતરિક છાતીની ઇજાનો સંકેત છે. રિપોર્ટ અનુસાર ફેફસાંને ગંભીર નુકસાન થયું હતું. જમણા ઉપરના હાથ (રાઇટ અપર લિમ્બ) માં પણ ઇજા હતી અને શરીરના ઘણા અંગોને નુકસાન પહોંચ્યું હતું. સાહિલની માતા બોલી - પૈસાદારના પુત્રની મસ્તીએ દીકરાનો જીવ લીધો આ પહેલા સોમવારે સાહિલની માતાએ પોતાનો એક વીડિયો શેર કર્યો હતો. તેમાં તેમણે દીકરા માટે ન્યાયની માગ કરી. તેમણે કહ્યું- પૈસાદારની ‘મસ્તી’ને કારણે મારા દીકરાનો જીવ ગયો. ઇન્નાએ કહ્યું, ‘કેટલાક લોકોને લાગે છે કે માતા-પિતાની સંપત્તિ તેમને રસ્તા પર કંઈ પણ કરવાની છૂટ આપે છે.’ સાહિલની માતા મુજબ, તેમનો દીકરો સવારે ઘરેથી ઓફિસ માટે નીકળ્યો હતો. બપોરે 1 વાગ્યે તેમને અકસ્માતની જાણકારી મળી. ઇન્નાએ કહ્યું- હું પહોંચી તો જોયું કે મારો દીકરો રસ્તા પર પડ્યો હતો. તેની જેકેટ ફાટેલી હતી. તે લગભગ 10 મિનિટથી મદદ માટે ચીસો પાડી રહ્યો હતો. એમ્બ્યુલન્સ હાજર હતી પરંતુ તેને તરત જ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો ન હતો. સગીર 13 ઓવર-સ્પીડિંગ ચલણ ઇન્નાએ દાવો કર્યો કે સ્કોર્પિયો ડ્રાઇવર પર પહેલાથી જ 13 ઓવર-સ્પીડિંગ ચલણ હતા. તેમ છતાં તેના પિતાએ તેને રોક્યો નહીં. તેની પાસે લાઇસન્સ પણ નહોતું. મારો દીકરો જતો રહ્યો. રસ્તા પર કોઈ સુરક્ષિત નથી. અમીરોની આ વિચારસરણી છે કે તેઓ કંઈ પણ કરી શકે છે. આવી વિચારસરણી આખી વ્યવસ્થાને જોખમમાં મૂકે છે. માતા બોલી- મારો દીકરો માન્ચેસ્ટર જવા માંગતો હતો સાહિલની માતાએ કહ્યું- હું હંમેશા ઈચ્છતી હતી કે મારો દીકરો આ દેશમાં ન રહે. અહીંની પરિસ્થિતિ જોઈને હું તેને બહાર જવા કહેતી હતી, પણ હવે મારો દીકરો જ નથી રહ્યો. મારો દીકરો ખૂબ જ ટેલેન્ટેડ, મહેનતુ અને હોશિયાર હતો. તેનું સપનું માન્ચેસ્ટર જવાનું હતું, પણ એક સ્કોર્પિયોએ તેને નિર્દયતાથી મારી નાખ્યો.

Read the full article

Continue reading on divyabhaskar.co.in

Read Original

More from divyabhaskar.co.in