Back to News
🇮🇳
1 hours ago

વિશ્વના સૌથી મોટા AI સમિટમાંથી પાકિસ્તાનની બાદબાકી:ભારતે 100 દેશોને બોલાવ્યા પાડોશીને આમંત્રણ નહીં, 16 ફેબ્રુઆરીથી AIનો મહાકુંભ

divyabhaskar.co.in

Saturday, February 14, 2026

4 min read
વિશ્વના સૌથી મોટા AI સમિટમાંથી પાકિસ્તાનની બાદબાકી:ભારતે 100 દેશોને બોલાવ્યા પાડોશીને આમંત્રણ નહીં, 16 ફેબ્રુઆરીથી AIનો મહાકુંભ
Share:

ભારત 16 થી 20 ફેબ્રુઆરી 2026 દરમિયાન AI-Impact Summit ની યજમાની કરવા જઈ રહ્યું છે. આ ગ્લોબલ સમિટમાં 100 થી વધુ દેશો ભાગ લઈ રહ્યા છે, જેમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની પોલિસી, ઈનોવેશન, એથિક્સ, સિક્યુરિટી અને ગ્લોબલ કો-ઓપરેશન જેવા મહત્વના વિષયો પર મંથન થશે. જોકે, આ બહુપ્રતિક્ષિત સમિટ માટે પાકિસ્તાનને...

ભારત 16 થી 20 ફેબ્રુઆરી 2026 દરમિયાન AI-Impact Summit ની યજમાની કરવા જઈ રહ્યું છે. આ ગ્લોબલ સમિટમાં 100 થી વધુ દેશો ભાગ લઈ રહ્યા છે, જેમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની પોલિસી, ઈનોવેશન, એથિક્સ, સિક્યુરિટી અને ગ્લોબલ કો-ઓપરેશન જેવા મહત્વના વિષયો પર મંથન થશે. જોકે, આ બહુપ્રતિક્ષિત સમિટ માટે પાકિસ્તાનને આમંત્રિત કરવામાં આવ્યું નથી, જેને લઈને આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. આ સંમેલન ત્રણ મૂળભૂત સૂત્રો- People (લોકો), Planet (પૃથ્વી) અને Progress (પ્રગતિ) પર આધારિત છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, સમિટમાં ભાગ લેનારા દેશોની પસંદગી વ્યૂહાત્મક અને નીતિગત ધોરણોના આધારે કરવામાં આવી છે. ભારતનો ભાર એવા દેશો સાથે સહયોગ વધારવા પર છે જે જવાબદાર, સુરક્ષિત અને માનવ-કેન્દ્રિત આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ વિકસાવવાના સમાન દ્રષ્ટિકોણનું સમર્થન કરે છે. આ સમિટ ટેકનોલોજીના માધ્યમથી વૈશ્વિક પડકારો- જેમ કે આરોગ્ય, શિક્ષણ, આબોહવા પરિવર્તન અને આર્થિક વિકાસના ઉકેલો શોધવા પર કેન્દ્રિત રહેશે. અનેક દેશોના રાષ્ટ્રાધ્યક્ષો અને સરકારના વડાઓ સમિટમાં ભાગ લેશે વડાપ્રધાન મોદીના વ્યક્તિગત આમંત્રણ પર અનેક દેશોના રાષ્ટ્રાધ્યક્ષો અને સરકારના વડાઓ સમિટમાં ભાગ લેશે. યુરોપ, અમેરિકા, એશિયા-પેસિફિક, આફ્રિકા અને ખાડી દેશોના ટોચના નેતાઓ આ મંચ પર AI ના ભવિષ્ય, વૈશ્વિક ધોરણો અને સહયોગના માર્ગો પર વિચાર-વિમર્શ કરશે. આ ઉપરાંત, 45 થી વધુ દેશોના મંત્રી-સ્તરના પ્રતિનિધિમંડળોની ભાગીદારી નિશ્ચિત છે, જે આ સંમેલનને સાચા અર્થમાં વૈશ્વિક મંચનું સ્વરૂપ આપશે. યુનાઈટેડ નેશન્સના મહાસચિવ અને અનેક આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના વરિષ્ઠ અધિકારીઓ પણ આ સમિટમાં સામેલ થાય તેવી શક્યતા છે. પાકિસ્તાનને આમંત્રણ નહીં ભારત તરફથી કહેવામાં આવ્યું છે કે AI-Impact Summit નો ઉદ્દેશ્ય માત્ર ટેકનિકલ પ્રદર્શન નથી, પરંતુ નીતિ-નિર્માણ, રોકાણ, સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમ અને આંતરરાષ્ટ્રીય ધોરણો પર નક્કર સહયોગ સ્થાપિત કરવાનો છે. સમિટ દરમિયાન મંત્રી સ્તરના સત્રો, નિષ્ણાત પેનલ્સ, સ્ટાર્ટઅપ શોકેસ અને દ્વિપક્ષીય બેઠકોનું આયોજન પણ કરવામાં આવશે. આ સમિટ માટે પાકિસ્તાનને આમંત્રણ ન આપવા અંગે સત્તાવાર રીતે કોઈ વિગતવાર કારણ જાહેર કરવામાં આવ્યું નથી. માઇકા દ્વારા ઇન્ડિયા AI ઇમ્પેક્ટ સમિટ 2026 પહેલા પ્રી-સમિટનું આયોજન અમદાવાદમાં માઇકા સ્કૂલ ઓફ આઇડિયાઝે એમ્પાવરિંગ પીપલ વીથ રિસ્પોન્સિબલ AI સ્કિલ્સ, ટ્રસ્ટ એન્ડ એક્સેસનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમ ઇન્ડિયા AI ઇમ્પેક્ટ સમિટ 2026ની પ્રી-સમિટ ઇવેન્ટ હતી. ટેડએક્સ-સ્ટાઇલ ફોર્મેટમાં ડિઝાઇન કરાયેલો આ પ્રોગ્રામ માઇકા કેમ્પસમાં યોજાયો હતો. જેમાં નીતિ નિર્ધારકો, નિષ્ણાંતો, ઇન્ડસ્ટ્રી લીડર્સ, ટેક્નોલોજીસ્ટ, એકેડેમિયા અને ક્રિએટિવ પ્રોફેશનલ્સ એક મંચ પર એકત્રિત થયાં હતા અને ચર્ચા કરી હતી. આગામી ઇન્ડિયા AI ઇમ્પેક્ટ સમિટની વ્યાપક થીમ પર ચર્ચા ભારત AIના ભવિષ્યને આકાર આપી શકે છે. જે નૈતિક, સુવિધાજનક અને માનવીય મૂલ્યો આધારિત હોય. આ ચર્ચા ઇન્ડિયા AI ઇમ્પેક્ટ સમિટની વ્યાપક થીમ સાથે સંલગ્ન હતી. જેમાં હ્યુમન કેપિટલ, સમાવેશકતા, સુરક્ષિત અને વિશ્વસનીય AI, AI સંસાધનોની વ્યાપક ઉપલબ્ધતા તેમજ સામાજિક અને આર્થિક વિકાસ માટે AI વગેરેનો સમાવેશ કરવામાં આવ્યો હતો. 'AI માનવજાતના અસ્તિત્વ સામે ખતરો હોવાનો હાઇપ' માઇકાના ડાયરેક્ટ અને સીઇઓ જયા દેશમુખે જણાવ્યું હતું કે, AI સંબંધિત ચર્ચાઓ મુખ્યત્વે બે બાબતો ઉપર કેન્દ્રિત રહે છે, માનવ વિસ્થાપનનો ભય અને વિચાર્યા વગરનો ટેક્નોલોજીકલ આશાવાદ. તેમણે ઉમેર્યું હતું કે, AI માનવજાતના અસ્તિત્વ સામે ખતરો હોવાનો હાઇપ છે અને તેની સામે એટલાં જ મજબૂત દાવા પણ છે કે ટેક્નોલોજી વિશ્વને બદલી નાખશે અને આપણી સમસ્યાઓનો ઉકેલ લાવશે. આ ચર્ચાઓ વચ્ચે સવાલ એ છે કે સત્ય કેવી રીતે ઉભરી આવશે. તેને કેવી રીતે તૈયાર કરવામાં આવે છે અને આપણે તેનો જવાબદારીપૂર્વક ઉપયોગ કરીએ છીએ. આ બાબતો જ ચર્ચાનો ઉદ્દેશ્ય છે. એક સંસ્થાન તરીકે માઇકાની ભૂમિકા કૌશલ્ય વિકાસથી આગળ વધતાં કમ્યુનિકેશન, ક્રિએટિવિટી, કલ્ચર અને કમ્યુનિટી સંબંધિત આઇડિયાને એકીકૃત કરવાનો છે. 'ટેક્નોલોજી મહત્વપૂર્ણ, પરંતુ તેનો ઉપયોગ કેવી રીતે કરાઈ તે વધુ મહત્વપૂર્ણ' તેમણે વધુમાં જણાવ્યું હતું કે, શિક્ષણવિદોએ વિષયો ઉપર ચર્ચા કરવાની જરૂર છે કે જેના વિશે સામાન્ય રીતે આપણે વાત કરતાં નથી. આપણે અભ્યાસક્રમ અંગે ફરીથી વિચારવાની અને સમજવાની જરૂર છે કે કેવી રીતે માનવ સંબંધો વેલ્યુ અનલોક કરે છે. ટેક્નોલોજી મહત્વપૂર્ણ છે, પરંતુ તેનો ઉપયોગ કેવી રીતે કરવામાં આવે તે વધુ મહત્વપૂર્ણ છે. આપણે જવાબદાર AI અંગે વિવિધ વિચારો રજૂ અને તેને કેવી રીતે લાગુ કરવામાં આવે તેના વિશે ચર્ચા કરીશું.

Read the full article

Continue reading on divyabhaskar.co.in

Read Original

More from divyabhaskar.co.in