Back to News
🇮🇳
2 hours ago

ISROએ ચંદ્રયાન-4 માટે લેન્ડિંગ સાઇટ શોધી કાઢી:ચંદ્રના સાઉછ પોલ પર ફરી ઉતરશે ભારત; ચંદ્ર પરથી માટી અને ખડકો લાવવામાં આવશે

divyabhaskar.co.in

Monday, February 9, 2026

2 min read
ISROએ ચંદ્રયાન-4 માટે લેન્ડિંગ સાઇટ શોધી કાઢી:ચંદ્રના સાઉછ પોલ પર ફરી ઉતરશે ભારત; ચંદ્ર પરથી માટી અને ખડકો લાવવામાં આવશે
Share:

ઇસરોએ ચંદ્રયાન-4 મિશન માટે ચંદ્રના સાઉથ પોલ નજીક એક લેન્ડિંગ સાઇટ શોધી કાઢી છે. ચંદ્રયાન-2 ઓર્બિટર દ્વારા મળેલા ફોટાના આધારે વૈજ્ઞાનિકોએ મોન્સ માઉટન વિસ્તારને લેન્ડિંગ માટે સૌથી યોગ્ય ગણાવ્યો છે. મોન્સ માઉટન ચંદ્રના દક્ષિણ ધ્રુવ નજીક આવેલો લગભગ 6,000 મીટર ઊંચો પર્વત છે. તેની ટોચ મોટાભાગે સપાટ છે,...

ઇસરોએ ચંદ્રયાન-4 મિશન માટે ચંદ્રના સાઉથ પોલ નજીક એક લેન્ડિંગ સાઇટ શોધી કાઢી છે. ચંદ્રયાન-2 ઓર્બિટર દ્વારા મળેલા ફોટાના આધારે વૈજ્ઞાનિકોએ મોન્સ માઉટન વિસ્તારને લેન્ડિંગ માટે સૌથી યોગ્ય ગણાવ્યો છે. મોન્સ માઉટન ચંદ્રના દક્ષિણ ધ્રુવ નજીક આવેલો લગભગ 6,000 મીટર ઊંચો પર્વત છે. તેની ટોચ મોટાભાગે સપાટ છે, જે લેન્ડિંગ માટે અનુકૂળ છે. જોકે, લેન્ડિંગ સાઇટ અંગેનો અંતિમ નિર્ણય લોન્ચિંગ નજીક લેવામાં આવશે. વૈજ્ઞાનિકોના મતે આ વિસ્તાર એટલા માટે પણ મહત્વનો છે, કારણ કે અહીં લાંબા સમય સુધી સૂર્યપ્રકાશ મળે છે. આ ઉપરાંત, આ વિસ્તારમાં વોટર આઇસ (પાણીનો બરફ) હોવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવે છે. ચંદ્રયાન-2ની તસવીરોથી મળી મદદ મીડિયા રિપોર્ટ્સ અનુસાર વૈજ્ઞાનિકોએ આ અભ્યાસને લુનર એન્ડ પ્લેનેટરી સાયન્સ કોન્ફરન્સ, એલપીએસસી 2026માં રજૂ કર્યો હતો. લેન્ડિંગ સાઇટ નક્કી કરવા માટે ચંદ્રયાન-2 ઓર્બિટર પર લાગેલા ઓર્બિટર હાઈ રિઝોલ્યુશન કેમેરા (OHRC) ની તસવીરોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ કેમેરા ચંદ્રની સપાટીને લગભગ 32 સેન્ટિમીટર પ્રતિ પિક્સેલના રિઝોલ્યુશનમાં દર્શાવે છે. આનાથી નાના ખાડાઓ, પથ્થરો, ઢોળાવ અને સપાટીની રચના સ્પષ્ટ દેખાય છે, જેનાથી લેન્ડિંગ માટેના જોખમી વિસ્તારોની પહેલેથી જ ઓળખ થઈ જાય છે. MM-4 ને લેન્ડિંગ માટે શા માટે પસંદ કરવામાં આવ્યું… 2104 કરોડનું મિશન, સેમ્પલ લઈને પાછું ફરશે ચંદ્રયાન-4 2104 કરોડ રૂપિયાના આ મિશનમાં ચંદ્રના ખડકો અને માટીને પૃથ્વી પર પાછા લાવવામાં આવશે. મિશનમાં બે અલગ-અલગ રોકેટનો ઉપયોગ થશે. હેવી-લિફ્ટર LVM-3 અને ISROનું ભરોસાપાત્ર વર્કહોર્સ PSLV અલગ-અલગ પેલોડ લઈને જશે. સ્ટેક 1માં લુનર સેમ્પલ કલેક્શન માટે એસેન્ડર મોડ્યુલ અને સપાટી પર લુનર સેમ્પલ કલેક્શન માટે ડિસેન્ડર મોડ્યુલ શામેલ છે. સ્ટેક 2 માં થ્રસ્ટ માટે એક પ્રોપલ્શન મોડ્યુલ, સેમ્પલ હોલ્ડ માટે ટ્રાન્સફર મોડ્યુલ અને સેમ્પલને પૃથ્વી પર લાવવા માટે રી-એન્ટ્રી મોડ્યુલ શામેલ છે. ચંદ્રયાન-4 ને ISROનું અત્યાર સુધીનું સૌથી મુશ્કેલ ચંદ્ર મિશન માનવામાં આવી રહ્યું છે.

Read the full article

Continue reading on divyabhaskar.co.in

Read Original

More from divyabhaskar.co.in