3 min read
•1 hours ago
પાકિસ્તાનથી ઊડીને આવ્યું ફુગ્ગા સાથેનું બેનર:અમૃતસર એરપોર્ટ પર હાઇ એલર્ટ, રનવે પર ડ્રોન દેખાયું, 1 કલાક ઓપરેશન બંધ, 2 ફ્લાઇટ ડાઇવર્ટ કરવી પડી
divyabhaskar.co.in
Saturday, February 7, 2026
અમૃતસરમાં પોલીસે હાઈ એલર્ટ આપ્યું છે, કારણ કે ત્યાં બે અલગ અલગ ઘટના બની છે. 5 ફેબ્રુઆરીની રાત્રે 8.40 વાગ્યે અમૃતસર ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ડ્રોન જોવા મળ્યું હતું, જેના પછી એરપોર્ટને એક કલાક માટે બંધ કરીને સંપૂર્ણપણે સેનિટાઈઝ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત અમૃતસર પાસેના જંડિયાલા ગુરુક્ષેત્રમાં પાકિસ...
અમૃતસરમાં પોલીસે હાઈ એલર્ટ આપ્યું છે, કારણ કે ત્યાં બે અલગ અલગ ઘટના બની છે. 5 ફેબ્રુઆરીની રાત્રે 8.40 વાગ્યે અમૃતસર ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ડ્રોન જોવા મળ્યું હતું, જેના પછી એરપોર્ટને એક કલાક માટે બંધ કરીને સંપૂર્ણપણે સેનિટાઈઝ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત અમૃતસર પાસેના જંડિયાલા ગુરુક્ષેત્રમાં પાકિસ્તાનથી ફુગ્ગો ઊડતો ઊડતો આવ્યો હતો, જેમાં ઉર્દૂમાં લખેલું બેનર બાંધ્યું હતું. અમૃતસર એરપોર્ટ પર ડ્રોન દેખાતાં મલેશિયા એરલાઇનની શારજાહ-અમૃતસર ફ્લાઇટને પણ ઉતારવા દેવામાં આવી નહોતી અને એને ચંદીગઢ ડાઇવર્ટ કરવામાં આવી હતી. જેના પછી જિલ્લા મેજિસ્ટ્રેટે તરત જ જિલ્લામાં ડ્રોન સહિત ઊડતી તમામ વસ્તુઓ પર પ્રતિબંધ મૂક્યો છે. એ જ રાત્રે પાકિસ્તાનથી એક ફુગ્ગો ઊડીને અમૃતસરના જંડિયાલા ગુરુક્ષેત્ર વિસ્તારના એક મકાનની છત પર પડ્યો હતો, જેમાં ઉર્દૂ લખેલું બેનર બાંધેલું હતું. તેની પણ તપાસ કરવામાં આવી રહી છે. પોલીસ એલર્ટ મોડમાં છે. આ અંગે સિનિયર અધિકારીઓ પણ તપાસ રિપોર્ટ લઈ રહ્યા છે. આ ઉપરાંત ચંદીગઢમાં પણ પોલીસ હેડક્વાર્ટરને જાણ કરવામાં આવી છે, જોકે પોલીસ અધિકારીઓએ આ અંગે મૌન સેવ્યું છે. માહિતી મુજબ રાત્રે એરપોર્ટના ડાયરેક્ટર અને CISFના સુરક્ષા દળને જાણ કરવામાં આવી કે એરપોર્ટ નજીક ડ્રોન જોવા મળ્યું છે, કારણ કે અમૃતસર પાકિસ્તાન બોર્ડરને અડીને આવેલું છે, આ કારણે એને લઈને હડકંપ મચી ગયો, જોકે, એ સ્પષ્ટ થયું નથી કે આ ડ્રોન પાકિસ્તાનથી આવ્યું હતું કે કોઈએ પોતાના કાર્યક્રમ માટે સ્થાનિક રીતે ઉડાડ્યું હતું. પોલીસ સૂત્રો અનુસાર, ડ્રોનની હિલચાલ રનવેની આસપાસ જ જોવા મળી હતી. આ કારણે તરત જ એરપોર્ટનું સંપૂર્ણ સંચાલન એક કલાક માટે બંધ કરી દેવામાં આવ્યું. ચંદીગઢ ઉપરાંત એક ફ્લાઇટને દિલ્હી પણ ડાઇવર્ટ કરવામાં આવી હતી. આ પછી પોલીસને બોલાવવામાં આવી. તપાસ એજન્સીઓ સાથે સમગ્ર એરપોર્ટની તપાસ કરવામાં આવી. સુરક્ષા એજન્સીઓ પાસેથી ક્લિયરન્સ મળ્યા બાદ એરપોર્ટની ગતિવિધિઓ સામાન્ય થઈ. એરપોર્ટ ડાયરેક્ટર બોલ્યા- તરત જ સુરક્ષા પ્રોટોકોલ લાગુ કરાયા
અમૃતસરના શ્રી ગુરુ રામદાસજી ઇન્ટરનેશનલ એરપોર્ટના ડાયરેક્ટર ભૂપેન્દ્ર સિંહે પુષ્ટિ કરતાં જણાવ્યું કે બુધવારે રાત્રે હવાઈ ક્ષેત્રમાં ડ્રોન જોવા મળ્યા બાદ લગભગ એક કલાક સુધી ફ્લાઇટ ઓપરેશન અસ્થાયી રૂપે સ્થગિત કરી દેવામાં આવ્યું હતું. સાવચેતીના ભાગરૂપે તાત્કાલિક સુરક્ષા પ્રોટોકોલ લાગુ કરવામાં આવ્યા હતા. રાત્રે 9 વાગ્યેને 41 મિનિટે એરપોર્ટનું ઓપરેશન ફરી શરૂ કરવામાં આવ્યું હતું. શારજાહની ફ્લાઇટને ચંદીગઢ અને કુઆલાલમ્પુરની ફ્લાઇટને દિલ્હી ડાઇવર્ટ કરવામાં આવી હતી. પોલીસે આ મામલે તપાસ કરી હતી. ડ્રોન પર પ્રતિબંધના આદેશ સંબંધિત 3 મહત્ત્વપૂર્ણ બાબતો.. ઉર્દૂ લખેલો ગુબ્બારો પડ્યો, પોલીસે કબજામાં લીધો
અમૃતસરના જંડિયાલા ગુરુમાં પાકિસ્તાનથી ઊડીને આવેલો ગુબ્બારો છત પર આવીને પડ્યો. જેમાં ઉર્દૂમાં લખેલું બેનર બાંધેલું હતું. આની જાણ થતાં જ પોલીસ તરત ત્યાં પહોંચી અને એને કબજામાં લઈ લીધો. સૌથી પહેલા બાળકોએ બેનર જોયું. એનાથી તેઓ રમવા લાગ્યા તો ગામના લોકોને શંકા ગઈ અને તેમણે પોલીસને બોલાવી લીધી. બેનર પર લાલ, વાદળી અને કાળા રંગથી ઉર્દૂ ભાષામાં લખવામાં આવ્યું છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે બેનર પર પાકિસ્તાનમાં ઉપયોગમાં લેવાતી એક મેડિકલ કેપ વિશે માહિતી આપવામાં આવી છે, સાથે જ એક મોબાઈલ નંબર પણ લખેલો છે. સુરક્ષા એજન્સીઓએ તપાસ તેજ કરીને દેખરેખ વધારી દીધી છે
પોલીસ અધિકારીઓનું કહેવું છે કે આ મામલાને સુરક્ષાના દૃષ્ટિકોણથી ગંભીરતાથી લેવામાં આવી રહ્યો છે. બેનર ક્યાંથી મોકલવામાં આવ્યું, એની પાછળ શું હેતુ હતો અને એમાં લખેલી માહિતીનો ઉદ્દેશ શું છે, આ તમામ પાસાંની તપાસ કરવામાં આવી રહી છે. બેનરને ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવવાની પણ સંભાવના છે. હાલમાં પોલીસ અને સુરક્ષા એજન્સીઓ સતર્ક છે અને સરહદ પારથી આ પ્રકારની ગતિવિધિઓને લઈને દેખરેખ વધારી દેવામાં આવી છે. અધિકારીઓએ લોકોને અપીલ કરી છે કે જો તેમને કોઈપણ શંકાસ્પદ વસ્તુ દેખાય, તો તેને અડવાના બદલે તરત જ પોલીસને જાણ કરે.
Read the full article
Continue reading on divyabhaskar.co.in

